Blog

2017

વાત ભવિષ્યના ચલણની- વાત બીટકોઇનસની

Blog26

તેઓ થોડા રૂપિયા જેવા છે ને થોડા નાણાકીય પરપોટા જેવા છે. હા, આ વાત છે બીટકોઇનસની, જે અચાનક સર્વવ્યાપક બની ગયા છે અને આપણને ભવિષ્યનું ચલણ કેવુ હશે ઍની ઝાંખી બતાવી રહ્યા છે.

ફક્ત 48 કલાકમાં 4000 ડૉલર વધીને બીટકોઇનનો ભાવ બિટ્સટૅંપ ઍક્સચેંજ પર 16000 ડૉલર સુધી પહોચી ગયો છે. છેલ્લા થોડા સમયથી કૂદકે ને ભૂસ્કે વધી રહેલી બીટકોઇનસની કિંમતે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યુ છે. હમણા જ આપણી રિજ઼ર્વ બેન્કે બીટકોઇનસ ની લે-વેચને લયિને ત્રીજી ચેતવણી આપી છે.ચાલો સમજીયે આ અદભૂત ક્રિપ્ટૉકરન્સી ને.

શું છે બીટકોઇનસ?

બીટકોઇનસ શુ છે ઍ જાણવા પહેલા ક્રિપ્ટૉકરન્સી વિષે જાની લયિયે. ક્રિપ્ટૉકરન્સી ડિજિટલ ચલણ અથવા નાણા તરીકે પ્રખ્યાત છે. ‘માઇનર્સ’ તરીકે ઓળખાતા અને કંપ્યૂટર નો ઉપયોગ કરતા લાખો લોકો ઍ જટિલ ગણીતીય પદ્ધતીઓથી તેનુ સર્જન કર્યુ છે. આમા ભૂતિક રીતે કઈં રાખવાંનુ હોતું જ નથી. ‘ક્રયપ્તો’ શબ્દ આવ્યો છે ‘ક્રિપ્ટોગ્રૅફી' પરથી, જેનો અર્થ થાય છે ઍક સુરક્ષિત પદ્ધતી કે જે ખરીદી માટે થતી લેણદેણને કોડ ની લાઈનો દ્વારા રક્ષણ આપેછે.

રસપ્રદ વાત ઍ છે કે મોટા ભાગની ક્રિપ્ટૉકરન્સીબજારની માંગને અનુલક્ષીને શરૂ થાય છે, બીજા અર્થમા, તેમનુ ઉત્પાદન સમય સાથે ઘટતુ જતુ હોવાથી, આજનો કોઈ પણ ક્રિપ્ટો ચલણ ભવિષ્યમા વધુ મૂલ્યવાન બની જાય છે.

બીટકોઇનસને સામાન્ય રીતે આભાસી (વર્ચુયલ) ચલણનું ઍક રૂપ ગણવામાં આવે છે, જે ઇન્ટરનેટ, ખૂબ શક્તિશાળી કોમ્પ્યુટરો અને નાણાકીય વિનિમયના નવા સ્વરૂપો ઇચ્છા ધરાવતા લૉકોદ્વારા અમલમાં આવ્યુ છે.

બીટકોઇનસ આમ તો અન્ય ચલણ સાથે ઘણી સામ્યતા ધરાવે છે, પરંતુ સૌથી અગત્યનું છે કે વધુ અને વધુ વેપારીઓ અને વિક્રેતાઓ, બંને બીટકોઇનસ સ્વીકારતા થયા છે, પછી ભલે ઍ ઑનલાઇન હોય કે ઑફલાઇન પદ્ધતિ. માઇક્રોસૉફ્ટ નું ઉત્પાદન હોય કે વિમાનની ટિકિટ કે પછી કોઈ મોટા સૂપરસ્ટોરમાંથી ગિફ્ટ કાર્ડ ખરીદવાનું હોય, બીટકોઇનસ આ બધા માટે વાપરી શકાય છે.

છતાં બીટકોઇનસ અન્ય કોઈપણ પરંપરાગત ચલણથી ખૂબ જ જુદા પડે છે. ડોલર અથવા પાઉન્ડથી વિપરીત, બીટકોઇનસને કોઈપણ દેશની સરકારે સમર્થન આપ્યું નથી. તે નાણા નું સંપૂર્ણપણે વિકેન્દ્રિત સ્વરૂપ છે. બીટકોઇનસ કોઈ પણ જાતની કેન્દ્રીય બેન્કિંગ સિસ્ટમ અથવા અધિકૃત સત્તા સાથે જોડાયેલા નથી, જે તેમને આકર્ષક બનાવે છે. માનવ લોભ અને ઘાલમેલથી મુક્ત ઍવા બીટકોઇનસ ઓનલાઇન વિશ્વમાં ફક્ત ગણિત ને લગતી બાબતો અને એનક્રિપ્શન પ્રોટોકોલના લીધે અસ્તિત્વમાં છે.

બીટકોઇનસ કેવી રીતે કામ કરે છે? 

બીટકોઇનસ કોઈ પણ જાતની વાસ્તવિક લેવડ્દેવડ માટે વાપરી શકાય છે. આ માટે પેહલા તો બીટકોઇનસ ખરીદવા પડે છે. ક્રેડિટ કાર્ડ, બૅંક ખાતા કે અગ્યાત રહીને રોક્ડ થી બીટકોઇનસ ખરીદી શકાય છે. આ બીટકોઇનસ સીધા બીટકોઇન વૉલેટ મા જમા થાય છે, અને પછી કોઈ પણ ઍજેંટ કે વચેતીયાઓની મદદ લીધા વગર આપણે સીધા જ વિક્રેતાઓ કે ખરીદદારો પાસેથી ચૂકવણી મોકલી કે મેળવી શકિયે છીઍ. નોંધનીય બાબત ઍ છે કે આમા પછી ક્યાંય પણ બૅંક કે ક્રેડિટ કાર્ડ કંપની નો હસ્તક્ષેપ હોતો નથી.

વચેતીયાઓ ની લેવડદેવડ માથી હટાવી દેવાથી જરૂરી ફીસ મા સારો ઍવો ઘટાડો થયી જાય છે. સોદામા ભાગ લેતા દરેક પક્ષો સારા પ્રમાણમા અગ્યાત રેહતા હોવાથી તેના લાભ ને હાની બંને પક્ષો વિચારવા પડે છે. બીટકોઇનસ લેણદેણ નો ઍવો પ્રકાર છે જે મુશ્કેલીથી પકડી શકાય છે. જોકે બીટકોઇનસ વાપરવા કે મેળવવા ઍ ઈમેલ મોકલવા જેટલુ આસાન છે, અને કંપ્યૂટર કે સ્માર્ટફૉન દ્વારા આસાનીથી તેને મેળવી કે મોકલી શકાય છે. જોકે બીટકોઇનસ ના સોદા જોખમી છે અને કોઈ પણ સરકારે ઍને મંજૂરી ના આપી હોવાથી જોખમ અનેક ગણુ વધી જાય છે.

આપના ધંધા ના અકાઉંટેન્સી ને લગતાકોઈ પણ મુંઝવતા સવાલોના સચોટ જવાબો મેળવો મુનીમજી પાસેથી. અમે આપને અકાઉંટેન્સી ની નાનામાં નાની બાબતોનુ ધ્યાન રાખવામા મદદ કરિયે છીઍ!

Blog Archive


Financial Management